ઈ-માર્ગદર્શન કાર્યક્રમ

ઈ-માર્ગદર્શન કાર્યક્રમ

GPSC અને GSSSB દ્વારા લેવાતી વર્ગ-1, વર્ગ-2 અને વર્ગ-3ની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓના ક્ષેત્રમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આપ વર્ગ-1 અથવા વર્ગ-2ના અધિકારી બનીને આપની કેરિયરને એક વિશિષ્ટ ઊંચાઈ આપવા માંગો છો, એ જાણીને અત્યંત આનંદ થયો. આ બાબતે અમારો સહયોગ અને અમારી શુભેચ્છાઓ હમેશા આપની સાથે છે. અમને વિશ્વાસ છે કે આ વેબસાઈટ દ્વારા, ખાસ કરીને અમારા ઇ-માર્ગદર્શન કાર્યક્રમમાં જોડાઈને આપ આપના સપનાઓને નિશ્ચિતપણે સાકાર કરી શકશો

હાલના વર્ષોમાં વહિવટી સેવા અને મૂલ્કી સેવાઓની પ્રિલીમિનરી અને મુખ્ય પરિક્ષામાં એવા પ્રશ્નો પૂછાય રહ્યા છે જેની તૈયારી માટે વિશિષ્ટપણે ધ્યાન આપવું પડે તથા યોગ્ય દિશામાં સતત મહેનત કરવી પડે. આવી સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થવા માટે જરૂરી થઈ ગયું છે કે કોઈ એવું મટિરીયલ સતતપણે હાથવગું રહે જેનાથી ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન જેવા ટ્રેડીશનલ વિષયો ઉપર તો પૂરતી માહિતિઓ અને સમજ મળતી જ રહે અને સાથોસાથ સાંપ્રત સમય (Contemporary Time)ની વિવિધ ઘટનાઓ તેમજ મુદ્દાઓ ઉપર પણ લક્ષ્ય-કેન્દ્રિત સામગ્રી મળતી રહે. એક એવી સ્ત્રોતસામગ્રી (Source Material) ની તાતી જરૂરિયાત છે જે જનરલ સ્ટડીઝના વિવિધ વિષયો પર સતતપણે અપડેટેડ હોય અને પરીક્ષામાં પૂછાતા, ખાસ કરીને પ્રિલીમિનરી પરીક્ષામાં પૂછાતા જટિલ પ્રશ્નોના જવાબો આપવામાં, સ્પર્ધકને સક્ષમ બનાવે.

વળી, આજે યુવાનો પર, ખાસ કરીને મધ્યવર્ગ અને નિમ્ન મધ્યવર્ગના યુવાનો પર કેરિયર અને રોજગાર સંબંધી દબાણો પણ એવા હોય છે કે તેમણે સ્નાતક અર્થાત્ ગ્રેજ્યુએશન થયાની સાથે જ કોઈ નોકરી કે વ્યવસાય શોધવાની જરૂરિયાત પડી જાય છે. આવા યુવાનો જ્યારે GPSC અને GSSSBની પરીક્ષા આપી સરકારમાં ઉચ્ચ હોદ્દા પર અને સ્થાયી નોકરી મેળવવા માંગે છે તો તેમની સમક્ષ વધુ કઠિન પડકારો ઊભા થાય છે. આવા યુવાનો પાસે ક્લાસમાં જોડાઈ નિયમિતતા અને લક્ષ્યકેન્દ્રિત થઈ આવી પરીક્ષાની તૈયારી કરવી કઠિન બની જાય છે.

ગુજરાતના આવા યુવાનો અને યુવતીઓના સપનાઓને સાકાર કરવા અને તેમની સમક્ષના પડકારોમાં તેમને મદદરૂપ થવાનો શુભ સંકલ્પ લઈ અમો
ઈ-માર્ગદર્શન કાર્યક્રમ
રૂપી એક રચનાત્મક પહેલ આ વેબસાઈટ દ્વારા કરી  રહ્યા છીએ.

આ બાબતે એ પણ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે કે ગુજરાતમાં હજારો-લાખો બહેનો એવી છે જે સ્નાતક હોવાની સાથોસાથ એક ગૃહિણી પણ છે અને ઘર-પરિવાર સંબંધી વિવિધ જવાબદારીઓના કારણે નિયમિતપણે કોઈ ક્લાસીઝ સાથે જોડાઈ શકે એમ નથી. આવી ગૃહિણી બહેનો ઘરબેઠે પોતાની અનુકૂળતા મુજબના સમયે પોતાના સપનાઓને સાકાર કરવા માટે યોગ્ય તૈયારી કરી શકે એ હેતુથી પ્રેરાઈને અમોએ આ નવી જ એક પહેલ પ્રારંભ કરી છે.

આ જ રીતે અનેક પ્રતિભાવાન યુવાનો એવા છે જે ગામડાઓમાં અથવા નાના શહેરોમાં રહે છે જ્યાં GPSC અને GSSSBની તૈયારી માટે ન તો કોઈ ગુણવત્તાયુક્ત માર્ગદર્શન ઉપલબ્ધ છે અને ન તો કોઈ સ્ટડી મટિરીયલ. આમાંના અનેક યુવાનો તો એવી આર્થિક સ્થિતિનો સામનો કરી રહ્યા છે જેમના માટે અમદાવાદ, રાજકોટ, વડોદરા જેવા નગરોમાં રહી ક્લાસ કરવા માટે જરૂરી નાણાંકીય સગવડ પણ નથી. જો આવા યુવાનોને તેમના નિવાસ સ્થળે વાજબી દરે ગુણવત્તાયુક્ત સ્ટડી મટિરીયલ ઉપલબ્ધ કરાવવામાં આવે તો આ યુવાનો તેમના ભવિષ્ય અને તેમની કેરિયરને સફળતાદાયી દિશા આપી શકે છે. 

આવા ઉમેદવારો પરીક્ષા સંબંધી, ખાસ કરીને પ્રિલીમિનરી પરીક્ષા સંબંધી જરૂરિયાતોની પૂર્તિ ન્યૂનતમ નાણાંકીય ખર્ચ દ્વારા ઘરબેઠે જ કરી શકે અને ગુણવત્તાયુક્ત તૈયારી દ્વારા GPSC અને GSSSBની પરીક્ષામાં પૂર્ણ સફળતા મેળવી શકે, એ ઉદ્દેશ્યથી અમો આ વેબસાઈટ દ્વારા આપની સમક્ષ ઈ-ગાઈડેંસ કાર્યક્રમ રજૂ કરી રહ્યા છીએ.

આ કાર્યક્રમમાં શામેલ થનારા ઉમેદવારને GPSC અને GSSSBની પરીક્ષાના વિવિધ અનિવાર્ય વિષયો પર ગુજરાતી ભાષામાં જ જરૂરી અધ્યયન સામગ્રી રજૂ કરવામાં આવશે. આ અધ્યયન સામગ્રી પ્રિલીમિનરી પરીક્ષા માટે અત્યંત ઉપયોગી પુરવાર થવાની સાથોસાથ મુખ્ય પરીક્ષા માટે પણ ઉપયોગી સિદ્ધ થશે.  

ઇ-માર્ગદર્શન કાર્યક્રમ હેઠળ સમયે-સમયે ક્રમબદ્ધપણે અલગ-અલગ અનિવાર્ય વિષયોના અલગ-અલગ અધ્યાયો સંબંધી અધ્યયન સામગ્રી રજૂ કરવામાં આવશે. આથી કાર્યક્રમમાં શામેલ થનારા સ્પર્ધક ભાઈ-બહેનોને અમારું નિવેદન છે કે તેઓ નિયમિતપણે અમારી વેબસાઈટ સાથે સંપર્ક જાળવી રાખે. આપના આ પ્રકારના સહયોગથી આપના લક્ષ્યની પ્રાપ્તિ તો થશે જ અને સાથોસાથ આપની સફળતા અમારા ગૌરવને એક નવી જ ઊંચાઈ પ્રદાન કરશે.

તો આજે જ આ કાર્યક્રમમાં જોડાઈ તમારી વહિવટી સેવા સંબંધી વિવિધ સ્પર્ધાત્મક પરિક્ષાઓની તૈયારીને ગુણવત્તા અને લક્ષ્યોન્મુખતા પ્રદાન કરો.