GSSSB પરીક્ષા વિશે

પરિચય

મંડળનો ટૂંકો ઈતિહાસ અને તેની રચનાનો સંદર્ભ.

ગુજરાત સરકારના સામાન્‍ય વહીવટ વિભાગના તાઃ ર૧-૩-૮૮ ના ઠરાવ ક્રમાંકઃ કેબીવાય-૧૧૮૬- ૧૬૧૫-ગ.૩ થી "સ્‍ટાફ સીલેકશન કમિશન" ની તેમાં નિયત કરેલ કાર્યો બજાવવા માટે રચના કરવામાં આવી હતી. સા.વ.વિભાગના તાઃ રર-૧૧-૧૯૮૮ ના ઠરાવ ક્રમાંકઃ કેબીવાય-૧૧૮૬-૧૬૧૫-ગ.૩ થી આ કમિશનના નામનેતેની કામગીરીકાર્યક્ષેત્ર વિગેર બાબતો લક્ષમાં લેતાંવધુ સ્‍૫ષ્‍ટ બનાવવાના હેતુથી તેનું "ગુજરાત કર્મચારી ૫સંદગી મંડળ" રાખવાનું ઠરાવવામાં આવ્‍યુ હતું ૫રંતુ રાજયમાં ગુજરાત જાહેર સેવા આયોગ નામનું આયોગ અસ્‍તિત્‍વમાં હોઈએક જ હેતુ માટે બે આયોગ હોઈ ન શકે તેથી સા.વ.વિભાગના તાઃ ૦૧-૦૫-૧૯૯૦ ઠરાવ ક્રમાંકઃ કેબીવાય-૧૦૮૮-રર૪૧-ગ.૩ થી મંડળનું નામ "ગુજરાત ગૌણ સેવા ૫સંદગી મંડળ" રાખવામાં આવ્‍યું છે. આ કચેરી ખાતાના વડાની કચેરીનો દરજજો ધરાવે છે.

ગુજરાત ગૌણ સેવા ૫સંદગી મંડળની ફરજોઃ

બિન સચિવાલય સંવર્ગની વર્ગ-૩ ની સીધી ભરતીથી ભરાતી જગ્‍યાઓરાજય સરકાર હેઠળના વિભાગો/ખાતાના વડાઓની કચેરીઓની વર્ગ-૩ ની બિનતાંત્રિક તથા તાંત્રિક સંવર્ગોની જગ્‍યાઓ ભરવાનીસ્‍વ. કર્મચારીઓના આશ્રિતને રહેમરાહે નોકરી આ૫વાનીરાજય સરકાર હેઠળના તમામ વિભાગો/ખાતાના વડાઓની કચેરીઓના વર્ગ-૩ ના તમામ સંવર્ગોની ખાતાકીય ૫રીક્ષાઓ યોજવી વિગેરે.

ઉદ્દેશો

રાજય સરકાર ઘ્‍વારા રાજય સરકાર હેઠળના બિનસચિવાલય સેવાનાં વર્ગ-૩ ના સંવર્ગોની સીધી ભરતી થી સ્‍પર્ધાત્‍મક પરીક્ષા/મૌખિક પરીક્ષા યોજી ખાલી જગ્‍યા ભરવા માટેની કામગીરી મંડળને સોંપવામાં આવી. સમયાનુસાર રાજય સરકાર હેઠળના વિભાગો/ખાતાના વડાઓમાંની વર્ગ-૩ ના તાંત્રિક સંવર્ગોની જગ્‍યાઓ ભરવા અંગેની કામગીરીસ્‍વ. કર્મચારીઓના આશ્રિત પરિવારના કોઈ એક સભ્‍યને રહેમરાહે નોકરીઅને રાજય સરકાર હેઠળના વિભાગો/ખાતાઓમાંની વર્ગ-૩ ની તમામ સંવર્ગોની ખાતાકીય પરીક્ષાઓ લેવા અંગેની કામગીરી પણ મંડળને સોંપવામાં આવેલ છે.

મુખ્ય કાર્યો અને પ્રવૃત્તિઓ અથવા સંસ્થા દ્વારા લેવાતી વિવિધ પરીક્ષાઓ

સરકારશ્રીના જુદા જુદા વિભાગોમાં તેમજ વિવિધ ખાતાની કચેરીઓમાં આવેલ જુદી જુદી વર્ગ-૩ની બિનસચિવાલયી સેવાની તાંત્રીક/બિનતાંત્રીક જગ્‍યાઓ (બિન રાજયપત્રિત) ઉપર ગૌણ સેવા પસંદગી મંડળ ઘ્‍વારા પસંદગી કરાયેલા ઉમેદવારોની નિમણુંક કરવામાં આવે છે. આ અંગે સરકારશ્રી ઘ્‍વારા મંડળને માંગણીપત્રક મોકલવામાં આવે ત્‍યારે મંડળ ઘ્‍વારા માંગણીપત્રકમાં સુચવ્‍યા પ્રમાણેની વર્ગ-૩ ની જગ્‍યાઓ ભરવા રાજયના અગ્રગણ્‍ય અખબારોમાં જાહેરાત પ્રસિઘ્‍ધ કરવામાં આવે છે અને તે સ્‍પર્ધાત્‍મક પરીક્ષા ઘ્‍વારા ઉમેદવારોની પસંદગી કરવા માટે અરજીઓ મંગાવવામાં આવે છે.

મંડળ ઘ્‍વારા જે તે સંવર્ગમાં ભરતી નિયામો અનુસાર સ્‍પર્ધાત્‍મક પરીક્ષા યોજીને ઉમેદવારોની આખરી પસંદગી કરવામાં આવે છે. અને ત્‍યારબાદ પસંદગી કરાયેલા ઉમેદવારોના નામોની ભલામણ સરકારશ્રીને કરવામાં આવે છે.

મંડળની કામગીરી અને તેની વિગતો સંક્ષિપ્તમાં નીચે પ્રમાણે છે.

તા.ર૭-૭-૯૯ના સામાન્‍ય વહીવટ વિભાગના સરકારી ઠરાવ ક્રમાંક: કપઅ-૧૦૯૭-મુમ-૫૨-ગ.૪ અન્‍વયે નીચે મુજબની કામગીરી સોંપવામાં આવેલ છે :-

  • ગૃહ વિભાગ હેઠળના પોલીસ ખાતાના સિવિલિયન સ્‍ટાફમાં હેડ કલાર્ક વર્ગ-૩ અને સીનિયર કલાર્ક વર્ગ-૩ ની જગ્‍યાઓ.
  • માહિતી અને પ્રસારણ વિભાગ હેઠળના માહિતી ખાતાની ભાષાંતરકારવર્ગ-૩ ની જગ્‍યાઓ.
  • નાણાં વિભાગ હેઠળના હિસાબ અને તિજોરી નિયામકશ્રીના નિયંત્રણ હેઠળની વર્ગ-૩ ની જગ્‍યાઓ જેવી કે ગ્રૃપ-૧: હિસાબનીશઅધિક્ષક ઓડીટરપેટા તિજોરી   અધિકારીની જગ્‍યાઓગૃપ-રઃ નાયબ હિસાબનીશનાયબ ઓડિટરપેટા તિજોરી અધિકારીની જગ્‍યાઓગ્રૃપ-૩: પેટા હિસાબનીશસબ ઓડિટર અને ડેટા એન્‍ટ્રી મશીન ઓપરેટરની જગ્‍યાઓ.
  • ગુજરાત જાહેર સેવા આયોગના ક્ષેત્રાધિકારમાં ન હોય તેવી સચિવાલયના વિભાગોખાતાના વડાની કચેરીઓમાં વર્ગ-૩ ની જગ્‍યાઓ સહિતની રાજયની તાંત્રિક અને બિનતાંત્રિક તમામ વર્ગ-૩ ની જગ્‍યાઓ પર ભરતી માટે ઉમેદવારો પસંદ કરવાની સઘળી કામગીરી.
  • ગુજરાત જાહેર સેવા આયોગના ક્ષેત્રાધિકારમાં ન હોય તેવી સચિવાલયના વિભાગોખાતાના વડાની કચેરીઓ અને જિલ્‍લા કચેરીઓમાં વર્ગ-૩ ની જગ્‍યાઓ સહિતની રાજયની તાંત્રિક અને બિનતાંત્રિક તમામ વર્ગ-૩ ની જગ્‍યાઓ પર ભરતી માટે ઉમેદવારો પસંદ કરવાની સઘળી કામગીરી.
  • તદઉપરાંત સરકારશ્રી ઘ્‍વારા વર્ગ.૩ની જે ભરતી કામગીરી સોંપવામાં આવે તે.
  • સચિવાલયના વિભાગોખાતાના વડાની કચેરીઓ અને જિલ્‍લા કચેરીઓમાં વર્ગ-૩ ની તમામ જગ્‍યાઓની ખાતાકીય પરીક્ષાઓ યોજવાની સઘળી કામગીરી.
  • સ્‍વર્ગસ્‍થ સરકારી કર્મચારીઓના આશ્રિતોને રહેમરાહે નિમણુક આપવા માટે ખાલી જગ્‍યાઓની માહિતી મેળવીને નિમણુંક માટે આશ્રિત ઉમેદવારોની ફાળવણી કરવાની અને તેના સંકલનની સઘળી કામગીરી.