અન્ય પરીક્ષા વિશે

GPSC દ્વારા લેવામાં આવતી ક્લાસ-3 સંબંધી અલગ-અલગ પરીક્ષાઓ અંગેની મૂળભૂત માહિતિ

નાયબ મામલતદાર/નાયબ સેક્શન ઑફિસર ભરતી પરીક્ષા અંગેની માહિતિ

છેલ્લે 2011-12માં જીપીએસસી દ્વારા નાયબ મામલતદાર અને નાયબ સેક્શન ઑફિસર અંગેની પરીક્ષાઓનું આયોજન થયેલું. આ આયોજન સમયે જાહેર થયેલા  પરીક્ષાના માળખા અને અભ્યાસક્રમના આધારે આ પરીક્ષાની મૂળભૂત માહિતિઓને સમજી શકાય છે.  

નાયબ મામલતદાર અને નાયબ સેક્શન ઑફિસર અંગેની પરીક્ષામાં ભાગ લેવા માટેની જરૂરી લાયકાતો :

Ø પરીક્ષામાં ભાગ લેવા માટે શૈક્ષણિક લાયકાતો તેમજ વયમર્યાદા સંબંધી નિયમો

ક્રમ

જગ્યાનું નામ

વય મર્યાદા

શૈક્ષણિક

1

નાયબ મામલતદાર/નાયબ સેક્શન ઑફિસર

20 વર્ષથી વધુ અને 28 વર્ષથી ઓછી

માન્ય યુનિવર્સિટીની સ્નાતક ડીગ્રી 

અહીં એ ખાસ ધ્યાનમાં રાખવું જોઇએ કે આ પરીક્ષામાં વયમર્યાદામાં કેટલાક વર્ગોને 5 વર્ષની છુટ આપવામાં આવે છે. આવા વર્ગોમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો તથા તમામ મહિલા ઉમેદવારોનો સમાવેશ થાય છે. આ બાબતે એ પણ ધ્યાનમાં રાખવું જોઇએ કે જનરલ કેટેગરીમાં ન આવતી હોય એવી તમામ મહિલાઓને કુલ મળીને 10 વર્ષની વયમર્યાદામાં છુટ મળે છે.  

Ø આ પરીક્ષા આપવા માટેની એક અન્ય જરૂરી લાયકાત એ છે કે ઉમેદવાર પાસે કમ્પ્યુટરના બેસિક નોલેજ અંગેનું સી.સી.સી. (સર્ટીફીકેટ ઑફ કમ્પ્યુટર કન્સેપ્ટ) નું માન્ય પ્રમાણપત્ર અરજી કરતા સમયે અથવા તાલીમ પૂરી થાય એ દરમ્યાનમાં ધરાવતા હોવું જોઇએ.

નાયબ મામલતદાર અને નાયબ સેક્શન ઑફિસર અંગેની પરીક્ષાનું માળખું

ઉપરોક્ત મુજબની લાયકાતો ધરાવતા ઉમેદવારો આ પરીક્ષાનું ફૉર્મ ભરી શકે છે. આ ભરતીની સમગ્ર પરીક્ષા બે તબક્કાઓમાં વહેંચાયેલી છે જેમાંનો પ્રથમ તબક્કો પ્રાથમિક કસોટી છે જેમાં હેતુલક્ષી પ્રકારના સામાન્ય જ્ઞાનનું એક પ્રશ્નપત્ર પૂછવામાં આવે છે. આ પ્રશ્નપત્રના કુલ 100 માર્ક્સ હોય છે અને તેમાં 1 કલાકનો સમય આપવામાં આવે છે. આ પરીક્ષામાં નેગેટીવ માર્કીંગ પણ હોય છે જેમાં પ્રશ્નનો જવાબ ખોટો થવાની સ્થિતિમાં દરેક પ્રશ્નના ગુણના 1/3 ગુણ કપાઈ જાય છે.

બીજો તબક્કો લેખિત કસોટીનો હોય છે જેમાં નિમ્નલિખિત કુલ ત્રણ પ્રશ્નપત્ર પૂછવામાં આવે છે.   

v પ્રશ્નપત્ર 1 : ગુજરાતી ભાષા (કુલ 100 ગુણ તથા 3 કલાકનો સમય)

v પ્રશ્નપત્ર 2 : અંગ્રેજી ભાષા (કુલ 100 ગુણ તથા 3 કલાકનો સમય)

v પ્રશ્નપત્ર 3 : સામાન્ય જ્ઞાન (કુલ 100 ગુણ તથા 3 કલાકનો સમય)

આ રીતે આ ત્રણેય પ્રશ્નપત્રોના કુલ 300 ગુણ હોય છે. આ ત્રણેય પ્રશ્નપત્રોમાં વર્ણનાત્મક સ્વરૂપના જવાબો લખવાના હોય છે. આ પરીક્ષામાં પ્રાપ્ત થયેલા ગુણોના આધારે ફાઇનલ મેરિટ જાહેર થાય છે. આ મેરિટમાં જે ઉમેદવારોના નામ આવે છે તેઓનાયબ મામલતદાર અથવા નાયબ સેક્શન ઑફિસરનો હોદ્દો મેળવે છે અને તેમને આગળ સેવા ઉપર હાજર થવા માટે બોલાવવામાં આવે છે. આનાથી સ્પષ્ટ છે કે આ પરીક્ષાના માળખામાં મૌખિક પરીક્ષાનો તબક્કો શામેલ કરાતો નથી.